ગોધરા તાલુકાના મોર્યો ગામે ખોડીયાર મંદિર ફળીયામાં હસમુખભાઈ કિશોરભાઈ સોલંકી પર ચાર ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. ફરીયાદ મુજબ, ધર્મેન્દ્રસિંહ વાળાએ ગાળાગાળી બાદ ઘેરથી ધારીયું લાવી માથા પર ઘા કર્યો હતો, જેના કારણે હસમુખભાઈને ગંભીર ઈજા થઈ હતી અને દાંત તૂટી ગયો હતો. ત્યારબાદ સંદીપસિંહ વાળાએ લોખંડની પાઈપથી, કિશનરૂ વાળાએ લાકડીથી માર માર્યો હતો, જ્યારે સંગીતાબેન વાળાએ અપશબ્દો બોલ્યા હતા. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.