ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે હંમેશા કાર્યક્રમનું આયોજન કરતું રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઇન્ચાર્જ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી હર્ષદ પ્રજાપતિ ના માર્ગદર્શનથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ દ્વારા તા. ૧૬/૦૮/૨૦૨૫ થી ૨૨/૦૮/૨૦૨૫ દરિમયાન "ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ" નું આયોજન કરવામાં આવ્યું હતું.