માંડવી નવાપુરા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરાયું છે જેના મુખ્ય દાતા વિવેક હરિભાઈ ઠક્કર રહ્યા છે અહીં વિધિવત પૂજા અને આરતી તુલસીભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે તો નોબતની રમઝટ બીજલભાઇ ઓઝા દ્વારા કરાઈ રહી છે માનવી ધારાસભ્ય અનિરુદભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહી આરતી નો લાભ લીધો હતો આ પ્રસંગે વિજયભાઈ ચૌહાણ, ગીતાબેન સોની ,દર્શનભાઈ ગોસ્વામી,કિશનસિંહ જાડેજા, પંકજભાઈ ગોર ,ઉદયભાઇ ધકાણ,પારસ ભાઈ માલમ સહિત આરતી માં જોડાયા હતા