સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ – અમદાવાદ ૨૦૨૫’ માટે સત્તાવાર જર્સીનું અનાવરણ યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સેક્ટર-૨૧ જીમખાના, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ સંઘવીએ જર્સીનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે, ભારતના એથલિટ્સે વિવિધ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે.