આદ્યશક્તિ માં અંબાના ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શને પહોંચી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાંથી ઘણા પગપાળા તો ઘણા વાહનો દ્વારા મુસાફરી કરે છે. ત્યારે, વિસનગર એસ.ટી. ડેપોએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. ડેપો દ્વારા કુલ 40 એક્સ્ટ્રા એસ.ટી. બસો અંબાજીના મહામેળા માટે દોડાવવામાં આવશે.