છોટાઉદેપુર જિલ્લાના બરોડા પબ્લિક સ્કૂલ પીપળસઠ ખાતે જિલ્લા કક્ષાનો "સક્ષમ શાળા" એવોર્ડ વિતરણ કાર્યક્રમ 2025 યોજવામાં આવ્યો હતો. જિલ્લાની ૧૦ શાળાને એવોર્ડ અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.