આજે વહેલી સવારે 8 વાગે નળું ગામે ભિક્ષા માંગી પરત જઈ રહેલી પર પ્રાંતિય રમીબેન કાળાભાઈ નામની મહિલાને તૂટીને પડેલા વીજ વાયરથી કરંટ લાગતા સ્થળ પર જ મોત થતાં હોબાળો મચી ગયો હતો. વીજ કંપનીની બેદરકારી સામે ગામલોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો તો મૃતક મહિલાના પરિવારનું આક્રંદ ગમગીન કરી ગયું હતું. ખેરાલુ પોલીસ અને ટીડીઓ સહિતના અધિકારીઓ પણ નળું ખાતે દોડી આવ્યા હતા.