ગોડલ વોરાકોટડા રોડ પરથી ઓટો રીક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો ગોંડલ નાં વોરાકોટડા રોડ પરથી એલસીબીએ રીક્ષામાંથી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમતની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને ઝડપી લઇ રૂ.1,59,750 નો મુદ્દામાલ કબ્જે કરી દારુનો જથ્થો પુરો પાડનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પીઆઇ ઓડેદરા,પીએસઆઇ ગોહેલ, બાલકૃષ્ણ ત્રીવેદી,જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી સહિત પેટ્રોલીંગમાં હતા ત્પારે જીજે 03 એયુ 2106 નંબર ની