અંજારના બુઢારમોરા ગામમાં એક બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે 19 લોકોના પૈસાની ઉચાપત કરતા તેની સામે રૂ. 92,084ની સરકારી નાણાંની ઉચાપતનો ગુનો નોંધાયો છે. ભુજ ખાતે ભારતીય પોસ્ટ વિભાગ ઈસ્ટ સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર ભરતસિંહ હેમુભા જાડેજાએ દુધઈ પોલીસ મથકમાં ગતરોજ આ ફરિયાદ નોંધાવી હતી.