મહેસાણા રોડ પર આવેલી વિસનગરની રાજેન્દ્ર કોલોનીમાં છેલ્લા ૩૨ વર્ષથી નવરાત્રીનો ઉત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે પણ નવરાત્રીના બીજા નોરતે સોસાયટીના તમામ ઉંમરના લોકો, નાના બાળકોથી લઈને વડીલો સુધી, એકસાથે ગરબે ઘૂમીને આ ઉત્સવની મોજ માણી હતી.