વલવાડા ગામે શુક્રવારે કોંગ્રેસના જન અધિકાર અભિયાન સંમેલનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉલટફેર કરી તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો કરવા અને જિલ્લા પંચાયતની બેઠક કોંગ્રેસને ધરવા સંગઠન સાથે રાખી પૂરી શક્તિથી કામ કરવાનો હુંકાર ભર્યો હતો.