વિસનગર પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે ભાન્ડુ ગામના ગ્રામજનો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગામની જીવાદોરી સમાન તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે સમગ્ર ગામમાં હર્ષનો માહોલ છવાઈ ગયો છે. આ તળાવ ભરાઈ જતાં ગ્રામ પંચાયત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.