આજે તારીખ 06/09/2025 શનિવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં લીમડી નગરના તમામ ગણેશ પ્રતિમા માછણ નદી ખાતે વિસર્જન કરાઈ. ભક્તો દ્વારા 10 દિવસ સુધી શ્રીજીની ભક્તિ ભાવ થી પૂજા અર્ચના કરી.અને આજે ધામધૂમથી નગરમાં શોભાયાત્રા નીકાળી ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન કરાયું. લીમડી ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી. સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા માછણનદીમાં ગણેશજીની પ્રતિમાની વિસર્જન કરાયું. અગલે ભરસ આપ જલ્દી આઓના નારા સાથે પંથક ભક્તિમય.