સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર - 1 ડેમના 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલાયા; 22 ગામોને એલર્ટ કરાયા ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ ડેમનીઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે તે ડેમ ઓવરફ્લો થયો ડેમમાં પાણીની સપાટી 34 ફૂટે પહોંચી જતા. ભાદર ડેમ 1નો 1 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા છે. ડેમનો 1 દરવાજા ખોલીને 482 ક્યૂસેક પાણી નદીમાં છોડાયું છે.