સુરત sog એ વરાછા અને પાંડેસરામાંથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશા કારક સીરપનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોરના સંચાલકોને ઝડપી પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન શિવ મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક શાહ અને વિજયા લક્ષ્મી મેડિકલ સ્ટોર્સના સંચાલક પ્રભુસિંહ પરમાર ની અટકાયત કરવામાં આવી હતી. જે બંને સંચાલકોના ત્યાંથી અંદાજિત 11,000 થી વધુ ની મતદાની નશા કારક સીરપની બોટલો કબજે કરાઈ હતી.