થરાદ તાલુકાના જમડા ગામમાં આજે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે આશાપુરા માતાજીના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ગામના ભૂદેવો અને શાસ્ત્રીઓએ મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન કરાવ્યો.આ વિધિનું મુખ્ય ધ્યેય કુદરતી આફતોથી ગામ અને વિસ્તારનું રક્ષણ તેમજ લોકોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવાનું હતું. હવામાનમાં આવી રહેલા ફેરફારો અને સંભવિત કુદરતી પ્રકોપોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી.