થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ભારતમાળા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.ટ્રકમાંથી કુલ 228 પેટી જેમાં 4,284 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 27,08,772 છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન ટ્રક સહિત મળી કુલ રૂ. 57,28,772નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે