દાહોદ રેલવે સ્ટેશનની બહાર રાષ્ટ્ર ધ્વજના થાંભલા પાસે એક અજાણ્યા ઉંમર વર્ષ અંદાજે 50 વર્ષ ના વ્યક્તિનું કુદરતી બીમારીના કારણે તબિયત લથડતા દાહોદ રેલવે પોલીસે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો અને બીમાર અજાણ્યા વ્યક્તિને તાત્કાલિક દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિનું મોત નીપજતા આ સંબંધે દાહોદ રેલવે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી કાર્યવાહી હાથ ધરી.