આજરોજ સમય 5:00 કલાકે વિજયનગર ગ્રામ્ય વિસ્તારોમાં એકધરા અતિ ભારે વરસાદથી હરણાવ-હાથમતી નદીઓમાં ઘોડા પુર:ખેતરો જળબંબાકાર થયાં છે અને તાલુકાના સરસવ ગામે પીએસસી સેન્ટર પ્રાથમિક શાળા તેમજ કોલેજ માં વરસાદી પાણી ઘૂસ્યા હતા જ્યારે કોડિયાવાડા પાસે વિજયનગર રોડ ઉપર વરસાદી પાણી ફરીવળતા કાર સહિતના વાહનો ફસાયા હતા અને ગામમાં પણ પાણી ફરીવળ્યા હતા સ્થાનિક અને ઉપરવાસ રાજસ્થાન ના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને લઈ નદી બે કાંઠે વહી રહી છે અને ખેતરો પણ જળબંબાકાર થયા