ચીખલી સ્થિત નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધમાં એક 19 વર્ષીય અપરણિત યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. યુવતી વલસાડ જિલ્લાની રહેવાસી છે. તેની માતાનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું અને તે પિતા સાથે રહેતી હતી.માનસિક સ્થિતિ બગડતા યુવતી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. તે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરાઈ પોર્ટલ હોટલની સામેથી મળી આવી હતી. માનસિક અસ્વસ્થતાને કારણે તે પોતાના પરિવાર કે ગામની માહિતી આપી શકતી ન હતી