તાપી પાર નર્મદા લિંગ પ્રોજેક્ટ અંગે વલસાડ ડાંગના સંસદ ધવલ પટેલે સમગ્ર માહિતી આપી હતી ને જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસના ધારાસભ્યને પડકાર ફેંકતા કહ્યું કે, આદિવાસી જનતાને ભરમાવાનું બંધ કરો, આ પ્રોજેક્ટ થવાનો નથી જેને કેન્દ્ર કે રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, જેથી કોંગ્રેસી ધારાસભ્યો હાર ભાળી ગયા હોવાથી આદિવાસી પ્રજાને ભરમાવવા માટે આવા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે.