ભાટવર ગામની અનુસૂચિત જાતિની સ્મશાન ભૂમિમાં યુવાનો અને ભાટવર ગામ અને ભાટવર વાસના બંને પૂર્વ સરપંચો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાટવર ગામમાં અનુસૂચિત જાતિના સરપંચ દ્વારા અનુસૂચિત જાતિની અવગણના કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા . સરપંચને સ્મશાન ભૂમિમાં વારંવાર ઝાડ કટીંગની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન સરપંચ દ્વારા આપ્યું ના હતું ત્યારે અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા સ્વખર્ચે ઝાડ કટીંગ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.