પારડી શહેરના દમણીઝાપા વિસ્તારમાં નાયકીવાડ રોડ સ્થિત ગણેશ પંડાલ પર ગણેશોત્સવની ઉજવણી દરમિયાન રાત્રે અચાનક છથી સાત ફૂટનો વિશાળ અજગર રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. સમય લગભગ રાત્રે ૧.૩૦નો હતો, જેના કારણે પંડાલ પાસે હાજર લોકોએ ભયનો માહોલ અનુભવ્યો. આયોજક મુકેશ ભગતે તરત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કર્યો.