વાપી વૈશાલી બ્રિજ નીચે શનિવારના રોજ સાંજે 5 કલાકે એક એસટીબસ ગોટકાઇ જવા પામી હતી. બસ રસ્તાની વચોવચ ખોટકાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, જિલ્લા ટ્રાફિકના જવાનો દ્વારા સ્થળ પર આવી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. એસટી બસના ચાલકે ડેપો પર જાણ કરતા ડેપોના કર્મી સ્થળ પર આવી બસને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.