This browser does not support the video element.
સાત વર્ષના લાંબા અંતરાલ બાદ કલોલ-કડી-કટોસણ રેલવે રૂટ પર ફરી મુસાફર ટ્રેન દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે લીલી ઝડી
Kalol City, Gandhinagar | Aug 24, 2025
સાત વર્ષના લાંબા અંતરાલ બાદ કલોલ-કડી-કટોસણ રેલવે રૂટ પર ફરી મુસાફર ટ્રેન દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદના નિકોલથી ઓનલાઈન માધ્યમથી કટોસણ રોડથી સાબરમતી વચ્ચેની મુસાફર ટ્રેનને લીલી ઝંડી આપશે. કલોલ, કડી અને કટોસણ સુધીની 37.23 કિલોમીટર રેલવે લાઈનનું ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે 346.34 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.