ઉત્તર ગુજરાતના *વિસનગર એપીએમસી (APMC) (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ની ચૂંટણી આખરે શાંતિપૂર્ણ અને સર્વસંમતિના માહોલમાં સંપન્ન થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ગરમાવા અને અટકળોનો અંત લાવીને તમામ સભ્યોએ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ચેરમેન અને વાઇસ ચેરમેનના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે આજે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.