ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇને 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર હેઠળ ગુજરાત ભરમાં વિવિધ કાર્યક્રમો યોજવાના છે. હાલોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે હાલોલ શહેર અને હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની એક કાર્યશાળા યોજાઈ હતી. જેમાં હાલોલ શહેર અને તાલુકા સંગઠનના અનેક અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.