કેશોદના એકલેરા ગામના રહેવાસી અને રાજકોટ ખાતે નોકરી કરતા રણજીતસિંહ સિસોદિયા છેલ્લા ચાર વર્ષથી ગુમ છે. તારીખ 31 ઓગસ્ટ 2021ના રોજ ગુમ થયેલા રણજીતસિંહ સિસોદિયાને શોધવા માટે પરિવારજનો સતત પ્રયત્નશીલ છે. પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ પત્તો મળ્યો નથી.રણજીતસિંહને શોધવા માટે પરિવારજનો દ્વારા એક લાખ એક હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, છતાં પણ કોઈ માહિતી હાથ લાગી નથી. આ ઘટનાને કારણે પરિવાર અત્યંત ચિંતાતુર છે