રવિવારના 5 કલાકે કરાયેલા બંધ બ્રિજ ની વિગત મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા એલર્ટ મોડ જારી કરાયો છે. વલસાડના 40 ગામોને જોડતો કૈલાસ રોડ ઔરંગા બ્રિજની સપાટી સુધી પાણીનું સ્તર આવી જતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કૈલાશ રોડ ઔરંગા બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.