This browser does not support the video element.
દેવગઢબારીયા: દેવગઢ બારિયા નગરના ઘાટી ફળિયા અને રુવાબારી ખાતે દિપડાના 2 હુમલાના બનાવ બન્યા
Devgadbaria, Dahod | Aug 27, 2025
આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દિપડાના હુમલાના 2 બનાવો બન્યા. જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના ઘાટી ફળિયા વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યા.ચેનપુર ગામનો યુવક બાઈક લઈને પસાર થતા વન્ય પ્રાણી દીપડા નો હુમલો. વન્યપ્રાણી દીપડા એ હુમલો કરતા યુવકના ડાબા હાથે ગંભીર ઇજાઓ.તેમજ બીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામે ખેતી કામ અર્થે ખેતરમાં ગયેલી મહિલા પર દિપડા એ અચાનક હુમલો કર્યો.