જૂનાગઢના કેશોદમાં સરસ્વતી માર્કેટમાં બીજા માળે ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવતો શખ્સ રવિ રસિકભાઈ ગોહિલ ઓફિસમાં બેસી શેરબજારની ટીપ્સ આપી લોકોને ખંખેરતો હતો. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર હકીકત મળતા તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા તેની પાસે સેબીમાં કોઈ રજીસ્ટ્રેશન કરાવેલું નહોતું અને માત્ર એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈના ઈરાદા સાથે વિગતો મેળવી ટીપ્સ આપતો હતો અને તેના બદલામાં ચાર્જ વસૂલ કરતો હતો.