પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ તાલુકાની કાર્યશાળા યોજાઇ હતી.પાટણ જિલ્લામાં સેવા પખવાડિયાની ઉજવણી આગામી 17મી સપ્ટેમ્બર થી શરૂ થવાની છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી આ સેવા પખવાડિયાનો પ્રારંભ થવાનો છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરના રોજ મેગાબ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જેમાં 50 બોટલ બ્લડ એકત્ર કરાશે