સુરતના અમરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જાણ બહાર દીકરી સાથે લગ્ન કરનાર યુવક પર પોલીસ સ્ટેશનમાં જ ચપ્પુ વડે હુમલો કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી અને તેના પતિને કોર્ટ મેરેજ અને ગર્ભપાત કરાવવા માટે માતા-પિતાના દબાણ અંગેની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.આ ઘટનાના કેન્દ્રમાં રહેલો યુવક સાગર ટાપરે અમરોલીનો રહેવાસી છે. છેલ્લા ચાર વર્ષથી તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.