શિબિર સંયોજક શ્રી ઓમભાઇ નાકરાણી અને સુશ્રી ચિત્રાબેન ગોયાણીની આગેવાની હેઠળ ૧૫૦ જેટલા શિબિરાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. દરમિયાન બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી ના સાંનિધ્યે અહીં સતત ત્રણ ત્રણ દિવસો સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. પૂજ્ય હેતલ દીદીએ શિબિર દરમિયાન દરરોજ સવારે યોગાભ્યાસ, પ્રભાતિયા અને ભજનમા શિબિરાર્થીઓને રસ તરબોળ કરવા સાથે, સાંજે ધ્યાન અને સત્સંગની સરવાણી વહાવી હતી.