ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરના હસ્તે આદ્યશક્તિના આંગણે અનેરો અવસર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું ભાદરવી મહામેળા ઉપર આ પુસ્તક લખવામાં આવ્યું છે પુસ્તકમાં મા અંબાની આરાધના શક્તિપીઠની શ્રદ્ધા ભાદરવી પૂનમનું થીમ સોંગ શ્રી યંત્ર સેવા કેમ્પો સંઘો દ્વારા તથા સરકાર દ્વારા થતી વ્યવસ્થાઓ અને પ્રવૃતિઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે આ ભાદરવીના મહામેળામાં પગપાળા આવતા પદયાત્રીઓ માટે રસપ્રદ બની રહેશે