વડોદરા : યુનાઇટેડ વે ગરબામાં એક કપલ રીલ બનાવવાની લ્હાયમાં રોમેન્ટિક મૂડમાં આવી ગયું હતું.જોકે આ કપલ ભૂલી ગયું કે તેમની આસપાસ મોટી સંખ્યામાં ખેલૈયાઓ છે.આ કપલે જાહેરમાં કિસ કરી એવો અંદાજ અપનાવ્યો કે હાજર સૌ કોઈમાં અચરજ ફેલાયું.આ વિડીયો સોશિયલ મીડિયામા ભારે વાયરલ થવા પામ્યો છે. માઁ ની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રી,ત્યારે કલાનાગરી વડોદરાના ગરબા વિશ્વમાં જાણીતા છે.રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમવાની પરંપરા વડોદરાના ખેલૈયાઓએ હજી જાળવી રાખી છે