ડેડીયાપાડા ખાતે ગઈ કાલે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી દરમિયાન અંકિતા બેન દિનેશભાઈ વસાવા નો મોંઘો આઈફોન ખોવાયો હતો. જે બાદ ફોન ટ્રાફિક બ્રિગેડ જવાન મહેશભાઈ વસાવા ને મળતા પરત કરવામાં આવ્યું હતું. ડેડીયાપાડા તાલુકાના ટ્રાફિક બ્રિગેડ જવાનોની કામગીરીથી નાગરિકોમાં સંતોષ અને વિશ્વાસ વધ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનો દ્વારા ઘણા આવા કામો સરાહનીય કાર્ય કરવામાં આવે છે.