નાનાપોંઢા-વાપી રોડ પર આવેલા અનાજના ગોડાઉનમાં મંગળવારની રાતના 8 કલાકે સાપ દેખાતા સંચાલક દ્વારા જીવદયા પ્રેમી ગૌરાંગ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગૌરાંગ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાપને જોતા કોબ્રા સાપ હોવાનું જણાયું હતું. ગૌરાંગ પટેલે સાવચેતી પૂર્વક સાપનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. કોબ્રા સાપને રેસ્કયુ કરી નાનાપોંઢા વન વિભાગને સોપવામાં આવ્યો હતો.