આંગણવાડીની ભરતી માટે અરજીઓની છેલ્લી તારીખ ૩૦ ઓગસ્ટ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી મહેસાણા મામલતદાર કચેરીમાં અરજીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. અરજીઓની ચકાસણી અને રહેઠાણના દાખલા કાઢવા માટે નાયબ મામલતદાર અને ઓપરેટરોએ રાતપાળી કરીને કામ કરવું પડ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં દરરોજ 200 થી 300 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણી કરવી અને જરૂરી દસ્તાવેજો, ખાસ કરીને રહેઠાણના પ્રમાણપત્રો આપવા માટે કર્મચારીઓએ રાત્રે પણ કામ કરવું પડ્યું હતું.