પાદરા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં નવા જીએસટી દરોના લાભ અંગે વિશેષ માહિતી કાર્યક્રમ યોજાયો હતો. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૃઢ દિશામાં લાગુ કરાયેલા નવા GST નિયમોનો સીધો લાભ મધ્યમ વર્ગ તથા નાના વેપારીઓને થયો છે, જેની માહિતી વિસ્તારપૂર્વક આપવામાં આવી. કાર્યક્રમનો ઉદ્દેશ વેપારીઓ અને નાગરિકોને નવા દરોની જાણકારી આપી તેમને લાભांवિત કરવો હતો. ઉપરાંત, સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પણ અપિલ કરવામાં આવી હતી.