શામળાજી ખાતે સ્થિત શ્રી કે.આર.કટારા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ એન.એસ.એસ.યુનિટ અને મહિલા સેલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ભિલોડાની કોટેજ હોસ્પિટલના નિષ્ણાતોએ કિશોરાવસ્થામાં પોષણનો અભાવ,વિટામીનની ખામી,કિશોરીઓના આરોગ્ય મુદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી.આ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.