આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.કલેક્ટરે ઝાલોદ મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ કલેકટર દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો.