મોરબી નજીક સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સૌરાષ્ટ્રની લોક સાંસ્કૃતિક અને ભાતીગળ પરંપરાને ઉજાગર કરતા બે દિવસીય શિવ તરંગ પૌરાણિક લોકમેળાનું ઉદ્ઘાટન જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકમેળો શિવ ભક્તિ, મનોરંજન અને પિતૃતર્પણનો ત્રિવેણી સંગમ છે...