વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ચરાડા ગામે phc સેન્ટરમાં એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત 75 જેટલા વૃક્ષોને રોપવામાં આવ્યા હતા. અને વૃક્ષોની માવજત કરવા અપીલ કરાઈ હતી. જે કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, તાલુકા સદસ્ય રમેશભાઈ ચૌધરી, મીનેશભાઇ પટેલ, સરપંચ હાજર રહ્યા હતા.