નાનાપોંઢા ગામના પંચાયત હોલમાં ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં ઉજવણીના આયોજન અંગે વિશેષ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી, જે દરમિયાન કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, આદિવાસી સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.