સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પરંપરાગત કોર્સ જેવા કે B.Com, B.A. અને B.Sc.માં પ્રવેશ પ્રક્રિયાના ત્રણ તબક્કા પૂરા થયા હોવા છતાં, હજારો બેઠકો ખાલી રહી છે.વિદ્યાર્થીઓ હવે પરંપરાગત ડિગ્રી કોર્સ કરતાં પ્રોફેશનલ કોર્સને વધુ પસંદ કરી રહ્યા હોવાનું આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.રાજ્યભરમાં કુલ 90,620 બેઠકો ખાલી રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની પસંદગીમાં બદલાવ સૂચવે છે.