મોરબીમાં પૈસાની ખોટી રીતે ઉઘરાણી કરી યુવકને ચાર થી પાંચ શખ્સોએ માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ફરિયાદીને પોલીસ ફરિયાદ કરીશ તો જેલમાંથી છૂટીને આવીને તને મારીશું તેવી પોલીસની હાજરીમા ધમકી પણ આપવામાં આવી છે. આ મામલે મોરબી પોલીસ ફરીયાદ ન લેતી હોય અને હપ્તા વસુલતી હોવાના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે...