વડનગર તાલુકાના છાબલીયા ગામની મહિલાએ સરપંચ માટે ઉમેદવારી કરતા દિવ્યાંગ લોકો સમર્થનમાં આવતા અનોખી ઘટના જોવા મળી છે. શીતલબેન ઠાકોરે વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરતા તેમણે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.