ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ – વિશે જનજાગૃતિ ફેલાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર સુરક્ષા સોસાયટી દ્વારા આયોજિત આ ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધામાં સ્થાનિક લોકોએ મોટી તાદાદમાં ભાગ લઈને ઉત્સાહભરી વાતાવરણ બનાવ્યું હતું.