આજ રોજ તારીખ 29/9/2025 ના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ઓસલો સર્કલ વિસ્તારમાં આવેલ ગોલ્ડન આર્કેટની સામેના ભાગમાં નવદુર્ગા સીંગ ભંડારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. મનપાના ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર દોડી આવ્યા હતા અને દીપક ધોર્યા,ધીરજ કનર અને રાજ માતંગે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી.